સાવરકુંડલાના વીરડી ગામે અમેરિકના વિદ્યાર્થીઓએ એ કેસર કેરી નો આનંદ માણ્યો

New Update
સાવરકુંડલાના વીરડી ગામે અમેરિકના વિદ્યાર્થીઓએ એ કેસર કેરી નો આનંદ માણ્યો

સમગ્ર ગુજરાતમાં કેસર કેરીનું ઉત્પાદન અમરેલી અને જૂનાગઢમાં સૌથી વધારે થાય છે. લોકોને કેરીઓમાં કેસર કેરી ખૂબજ પસંદ છે. ભારતના લોકો કેસર કેરીથી પરિચિત છે જ પરંતુ હવે વિદેશના લોકોને પણ કેસર કેરીનો ચસ્કો લાગ્યો છે.

સાવરકુંડલા પાસેના વીરડી ગામે સવાણી ફાર્મ છે જે કેસર કેરીનો બગીચો છે. અહીંથી વિદેશમાં પણ કેરીઓ એક્સપોર્ટ થાય છે. ત્યારે સવાણી ફાર્મ ખાતે યુએસના પેનસોનિવિયા સ્ટેટમાં ફૂડ વોશિંગટન ગામ છે. જ્યા જર્મન ટાઉન એકેડેમી કરીને એક સ્કૂલ આવેલી છે. આ સ્કૂલના 10 જેટલા સ્ટુડન્ટ અહીં ઇન્ડિયન કલચર અને ખાસ કરીને કેસર કેરી વિશે જાણવા માટે અહીં આવ્યા છે. કેરીઓ તો અનેક જાતની છે. પરંતુ કેસર કેરીના સ્વાદમાં ખાસ શુ છે ? શા માટે કેસર કેરી સમગ્ર વિશ્વમાં વખણાય છે. તે જાણવા અને કેસર કેરીનો પાક કઈ રીતે લેવાય છે તે જાણવા અહીં અમેરિકાથી એક ગૃપ આવી પહોંચ્યું છે.

હવે કેસર કેરીનો ચસ્કો ગોરા લોકોને પણ લાગ્યો છે. કેસર કેરીનો અભ્યાસ કરવા અને અહીંના ખેડૂતો કેસર કેરીનું ઉત્પાદન કઈ રીતે કે છે તે જાણવા યુએસએ માંથી 10 જેટલા સ્ટુડન્ટ સાવરકુંડલા તાલુકાના વીરડી ગામે આવી પહોંચ્યા છે. અહીં આવતાજ કેસર કેરી જોઈને આ સ્ટુડન્ટ ખુશ થઈ ગયા હતા.

Latest Stories