SBIનો રૂપિયા 2000ની નોટ અંગે ચોંકાવનારો અહેવાલ   

SBIનો રૂપિયા 2000ની નોટ અંગે ચોંકાવનારો અહેવાલ   
New Update

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 2000 રૃપિયાની નોટ પરત ખેંચે અથવા નવી નોટ છાપવાનું બંધ કરે તેવી શક્યતા છે તેમ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે

SBIનાં ઇકોફલેશ રિપોર્ટનાં જણાવ્યા અનુસાર માર્ચ, 2017 સુધીમાં સર્કયુલેશનમાં રહેલી નાની ચલણી નોટોનું મૂલ્ય 3501 અબજ રૃપિયા હતું. જ્યારે 8 ડિસેમ્બર સુધીમાં બજારમાં ફરતી મોટી ચલણી નોટોનું મૂલ્ય 13,324 અબજ રૃપિયા હતુ.

SBI

લોકસભામાં નાણા મંત્રાલયે રજૂ કરેલા અહેવાલ મુજબ 8 ડિસેમ્બર સુધીમાં RBIએ 500 રૃપિયાની 16 અબજ 95 કરોડ 70 લાખ નોટો છાપી હતી. જ્યારે 2000 રૃપિયાની 3 અબજ 65 કરોડ 40 લાખ નોટો છાપી હતી. આ બંને ચલણી નોટોનું કુલ મૂલ્ય 15,787 અબજ રૃપિયા થાય છે.

SBIનાં મુખ્ય આર્થિક સલાહકાર સૌમ્ય કાંતિ ઘોષ દ્વારા તૈયાર કરાયેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે RBIએ 15,787 અબજ રૃપિયાની ઉંચા મૂલ્યની નોટો છાપી હતી. જે પૈકી 13,324 અબજ રૃપિયાની જ નોટો બજારમાં ફરી રહી છે. જેનો અર્થ થાય છે કે RBIએ 2463 અબજ રૃપિયાની ઉંચા મૂલ્યની નોટો છાપી નાખી છે, પણ બજારમાં મૂકી નથી.

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article