ભરૂચ જિલ્લામાં વિવિધ તાલુકાઓમાં છૂટોછવાયો વરસાદ નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી, જ્યારે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.જિલ્લાના જંબુસર, આમોદ, વાગરા અને નેત્રંગ તાલુકામાં એક-એક ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ભરૂચ તાલુકામાં 9 મી.મી., ઝઘડિયામાં 13 મી.મી., અંકલેશ્વરમાં 11 મી.મી., હાંસોટમાં 8 મી.મી. અને વાલિયામાં 13 મી.મી. વરસાદ નોંધાયો હતો.
વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ ભીના બન્યા હતા અને વાતાવરણમાં ઠંડકનો અનુભવ થયો હતો. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
