ભરૂચ શહેરના કોલેજ રોડ પર આવેલા નર્મદા મૈયા બ્રિજ નીચેથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પ્રાથમિક દૃષ્ટિએ મૃતક ભિક્ષુક જેવો હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ રાહદારીઓ દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને કરવામાં આવતા તેઓ પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થળ પર પહોંચીને મૃતદેહ જોતાં તેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસને જાણ કરી હતી.

ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ મૃતકની ઓળખ મેળવવા તેમજ તેનું મોત કયા સંજોગોમાં થયું તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતદેહ મળી આવવાની ઘટનાને પગલે વિસ્તારમાં લોકોના ટોળાં એકત્રિત થયાં હતાં