ભરૂચના જંબુસર તાલુકાના ડાભા ગામના રિક્ષા સ્ટેન્ડ પાસે આવેલી વીજળીની ડીપીમાં અચાનક આગ લાગતાં સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ડીપીમાંથી આગની જ્વાળાઓ નીકળતી હોવાના કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

ઘટનાને પગલે લોકોના ટોળેટોળાં એકત્ર થયાં હતાં.જોકે, વીજળીની ડીપીમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. ત્યારે વીજ વિભાગ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવા અને જરૂરી સમારકામની કામગીરી હાથ ધરવામાં આવે તેવી સ્થાનિક રહીશોએ માંગ કરી છે.