શિખર ધવનનો પોતાના ચાહકો માટે મેસેજ

New Update
શિખર ધવનનો પોતાના ચાહકો માટે મેસેજ

જુલાઈ પેહલા શિખર ધવનના અંગુઠાનું ફિટ થવું અશક્ય

ઇન્ડિયન ક્રિકેટ ટીમના મેનેજર સુનિલ સુબ્રમણિયમના જણાવ્યા મુજબ 7 વિશેષ ડોક્ટર પાસેના સુચનોથી ખબર પડી છે કે ધવન જુલાઈ પહેલા ફિટ થઇ શકે તેમ નથી. શિખર ધવનનું વર્લ્ડ કપમાંથી બહાર થવું ભારતીય ટિમ માટે એક ચિંતાનો વિષય બન્યો છે ત્યારે શિખર ધવને પોતાના ચાહકો માટે વિડિઓ પોસ્ટ કર્યો છે.

શિખર ધવને વિડિઓ પોસ્ટ કરી કહ્યું છે કે પોતે દેશ માટે વર્લ્ડ કપમાં રમવા ઈચ્છતો હતો, પરંતુ તેના હાથમાં થયેલી ઇજાને કારણે પોતે વર્લ્ડ કપમાંથી બહાર થયો છે. વર્લ્ડ કપ પછીની રમતોમાં તે ફિટ થઈ ટિમ સાથે જોડાશે. જોડે ટિમ વિશે કહ્યું છે કે ભારતીય ટિમ પોતાનું સારું પ્રદર્સન કરી રહી છે અને વર્લ્ડ કપ પણ જીતશે સાથે પોતાના ચાહકો ટિમને વધુમાં વધુ સપોર્ટ કરતા રહે તેમ જણાવ્યું.

Latest Stories