ગુજરાતમાં દુકાનો રાત્રે 8 વાગ્યા સુધી અને હોટલ- રેસટોરન્ટ 10 વાગ્યા સુધી ચાલુ રહેશે

New Update
ગુજરાતમાં દુકાનો રાત્રે 8 વાગ્યા સુધી અને હોટલ- રેસટોરન્ટ 10 વાગ્યા સુધી ચાલુ રહેશે

ગુજરાતમાં પહેલી ઓગષ્ટથી અમલમાં આવનારા અનલોક- 3 દરમિયાન રાજયમાં દુકાનો રાત્રિના 8 વાગ્યા સુધી અને હોટલો તેમજ રેસટોરન્ટ 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. આ ઉપરાંત રાત્રિના 10 થી સવારે 5 વાગ્યા સુધીના નાઇટ કરફયુને સદંતર રીતે હટાવી લેવામાં આવશે. 

મુખ્યમંત્રી  વિજય  રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં  અનલોક  3 સંદર્ભમાં  ભારત સરકારે   જાહેર કરેલી ગાઈડ લાઇન્સના  અનુસંધાને ગુજરાત માટે કેટલાક મહત્વપૂર્ણ  નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં રાજ્યમાં 1 ઓગસ્ટથી રાત્રી કરફયુમાંથી  સંપૂર્ણપણે  મુક્તિ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યમાં દુકાનો  8 વાગ્યા સુધી તેમજ હોટલ રેસ્ટોરન્ટ  રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા  મુજબ રાજ્યમાં જીમ અને યોગ સેન્ટર 5મી ઓગસ્ટથી ખોલી શકાશે. આ બેઠકમાં મંત્રી  કૌશિક  પટેલ, સૌરભ પટેલ, રાજયના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા  મુખ્ય સચિવ અનિલ મુકીમ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ તેમજ મુખ્યમંત્રીના અગ્ર સચિવ મનોજ કુમાર દાસ પણ ઉપસ્થિત રહયાં હતાં. 

Latest Stories