/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-4.jpg)
શિનોરના મોટાફોફળિયા ગામ ખાતે આશરે ૧૨ થી વધુ ગાય અને ભેંસો અચાનક ચરતા ચરતા મોત નિપજતા પશુઓ પર નિર્ભર પશુપાલોકો દુઃખમાં ગરકાવ થઈ ગયા હતા અને પશુઓના મોતનું કારણ હજુ અકબંધ છે ત્યારે પશુપાલોકોએ સરકાર તરફથી કોઈ સહાય કરવામાં આવે એવી પશુપાલોકો એ માગણી કરી છે.
શિનોર તાલુકો ખેડૂત પ્રધાન તાલુકો છે અને સમગ્ર તાલુકો ખેતી અને પશુઓ પર જીવન નિર્વાહન કરે છે અને પોતાના પરિવાર જીવન ગુજરાન ચલાવે છે ત્યારે શિનોર તાલુકાના મોટાફોફળિયા ગામ ખાતે આજરોજ ગરીબ અને પશુઓનું પાલન કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવતા પરિવારો પૈકી ત્રણ થી ચાર પશુપાલોકો પોતાના પશુઓ ચરાવવા માટે કાળિયાવગામાં ગયા હતા તે સમય દરમિયાન પશુપાલોકો પોતાના પશુઓ ચરતા હતા જે સમય દરમ્યાન અચાનક જ ચરતા ચરતા ગાયો અને ભેંસો અચાનક મૃત થઈને નીચે જમીન પર ફસડાઇ પડી હતી.
જ્યારે પશુપાલોકોએ ગાયો અને ભેંસો પાસે પહોંચીને જોયું તું તમામ ભેંસો અને ગાયોનું મોત થઈ ગયેલી હાલત મા પડી હતી.પાંચ ગાયો હજુ પણ ગાયબ છે જેના કારણે મોટાફોફળિયા ગાસમના પશુપાલોકો પર જાને આફત નું વાવાઝોડું ફરી વળ્યું હોય તેમ તેમના જીવન નિર્વાહન કરતી ભેંસો અને ગાયો નું મોત નિપજયુ હતું. જેના કારણે તમામ પશુ પાલોકો દુઃખમાં ગરકાવ થઈ ગયા હતા અને સરકાર તેમને કોઈ સહાય કરે એવી ગરીબ અને પશુઓનું પાલન કરીને જીવન ગુજરાન કરી રહેલા પશુપાલોકો એ સરકાર પાસે માગણી કરી હતી.