જેમ પૂર્ણિમાનું મહત્વ છે એમ જ અમાસનું પણ વિશેષ મહત્વ રહેલું છે. કૃષ્ણપક્ષની અંતિમ તારીખે અમાસ આવે છે.જ્યારે અમાસ સોમવારે આવે તો તેને સોમવતી અમાસ કહેવાય છે. ચૈત્ર મહિનામાં સોમવતી અમાસ 12 એપ્રિલે છે.સોમવારે અમાસ હોવાથી તેનું મહત્વ વધી જાય છે. હિન્દુ ધર્મશાસ્ત્ર મુજબ સોમવતી અમાસે કરવામાં આવેલું દાન પુણ્ય અને પૂજાનું વિશેષનું મહત્વ છે. માન્યતા છે કે, સોમવતી અમાસે કરવામાં આવેલી પૂજા, ઉપવાસ, સ્નાન, દાનથી ઘરમાં સુખ,શાંતિ સમૃદ્ધિના આશિષ મળે છે. અને પિતૃઓ માટે શ્રાદ્ધ કર્મ કરવું જોઇએ.
સોમવતી અમાસનું મહત્વ
શિવ પાર્વતીની પૂજા કરવી.તુલસીજીની પૂજાનું પણ વિશેષ મહત્વ છે. સોમવતી અમાસે તુલસીજીની પૂજા કરવી લાભદાયક માનવામાં આવે છે. સવારે જલ્દી જાગવું અને તાંબાના લોટાથી સૂર્યને જળ ચઢાવીને દિવસની શરૂઆત કરવી.
અમાસના દિવસે શિવ મંદિરમાં અભિષેક કરવો જોઇએ. તાંબાના લોટામાં જળ ભરો અને શિવલિંગ ઉપર ચઢાવો. ચાંદીના લોટાથી દૂધ ચઢાવો. ભગવાનને બીલીપત્ર, ધતૂરો, હાર-ફૂલ, આંકડાના ફૂલ વગેરે વસ્તુઓ અર્પણ કરો. શિવલિંગ ઉપર જનોઈ ચઢાવો. ચંદનથી તિલક કરો. પંચામૃત અર્પણ કરો. પંચામૃત દૂધ, દહી, ઘી, મધ અને મિશ્રી મિક્સ કરીને બનાવવું જોઇએ. ધ્યાન રાખો કે શિવજીની પૂજામાં તુલસીનો ઉપયોગ કરવો જોઇએ નહીં. ભગવાનને મીઠાઈનો ભોગ ધરાવવો જોઇએ.
દીવો પ્રગટાવીને શિવજીની આરતી કરો. પૂજામાં ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. મહામૃત્યુંજય મંત્રનો જાપ,દીવાથી આરતી કરો.
આ પ્રકારે શિવપૂજા રવિવારે અને સોમવારે બંને દિવસે કરી શકાય છે.
સોમવતી અમાસના દિવસે પીપળાની પૂજા પણ કરવામાં આવે છે.
પીપળના વૃક્ષમાં પિતૃઓ અને બધા દેવોનો વાસ હોય છે. એટલા માટે સોમવતી અમસાના દિવસે જે દૂધમાં પાણી અને કાળા તલ મિક્સ કરીને સવારે પીપળાને ચઢાવે છે. તેમને પિતૃદોષથી મુક્તિ મળી જાય છે. તે પછી પીપળાની પૂજા અને પરિક્રમા કરવાથી બધા દેવતા પ્રસન્ન થાય છે. આમ કરવાથી દરેક પ્રકારના પાપ પણ દૂર થાય છે. ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે પીપળાની પરિક્રમા કરવાથી મહિલાઓનું સૌભાગ્ય પણ વધે છે. એટલે શાસ્ત્રોમાં તેને અશ્વત્થ પ્રદક્ષિણા વ્રત પણ કહેવામાં આવે છે.
આજે સોમવતી અમાસ, જુઓ સોમવતી અમાસનું વિશેષ મહત્વ
New Update