રાજ્યમાં શહેર બાદ ગ્રામીણ વિસ્તારમાં કોરોના વકરતા ભાવનગર અને અમરેલીના ગામોમાં લોકો દ્વારા સ્વયંભુ લોકડાઉન

કોરોનાને કાબૂમાં કરવા માટે કયા-કયા રાજ્યમાં છે લોકડાઉન, જાણો સંપૂર્ણ માહિતી
New Update

રાજયભરમાં કોરોનાના કેસોમાં દિનપ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ભાવનગર શહેર સહિત ગ્રામીણ વિસ્તારમાં કોરોના રોકેટ ગતિએ વધી રહીયો છે ત્યારે ભાવનગર જિલ્લાના વાળુંકડ ગમે ૧૦ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું.

ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી કોરોના કેસોમાં સતત વધારો આવતા સંક્રમિત સંખ્યાનો આંકડો 100ને પાર પહોચી રહ્યો છે ત્યારે સંક્રમણ ગ્ર્રમીન વિસ્તાર સુધી પહોચતા અને કેસોમાં વધારો થતા ગામડાઓમાં સંક્રમણ રોકવા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરી રહ્યા છે. ભાવનગર જીલ્લાના વાળુકડ ગામે કોરોના સંક્રમણને રોકવા માટે ગુરુવારે ગ્રામપંચાત બેઠકનું આયોજન કરાયું હતું જેમાં ગામના આગેવાનો તેમજ સરપંચ, ઉપસરપંચ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં શુક્રવારે 16 એપ્રિલથી 26 એપ્રિલ સુધી સ્વેછીક લોકડાઉન રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમજ આવશ્યક ચીજવસ્તુઓ ઉપરાંત રોજગાર સવારે 6 થી બપોરના 12 વાગ્યા સુધી ચાલુ રાખવા નિર્ણય કર્યો છે. ગ્રામપંચાયત દ્વારા લેવામાં આવેલ સ્વૈચ્છિક લોકડાઉનને ગ્રામજનો દ્વારા સહયોગ આપવામાં આવતા પંચાયતે ગ્રામજનોણો આભાર માનવામાં આવ્યો હતો.

આ સહિત અમરેલીમાં પણ કોરોના સંક્રમણ વધતાં વડિયા ખાતે આગામી સોમવાર થી આઠ દિવસ સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉન રાખવાનો નિર્ણય લેવાયો છે. વડિયા ગ્રામપંચાયત અને વેપારી મંડળીઓની મિટિંગ બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો. શનિવાર બાદ આઠ દિવસ સુધી સદંતર લોકડાઉન પાળવા નિર્ણય લેવાયો હતો. તેમજ જો કોઈ લોકડાઉનની અમલવારી ન કરે તો તેની સામે ગ્રામપંચાયત 1000 દંડ પણ વસુલશ કરશે તેમ જણાવાયું હતું. 

#Connect Gujarat #Bhavnagar #Amreli #rural areas #lockdown #Bhavnagar Collector #Gujarat LockDown
Here are a few more articles:
Read the Next Article