Connect Gujarat
સ્પોર્ટ્સ

દક્ષિણ આફ્રિકામાં 8 સ્થળોએ 2027નો વન ડે વર્લ્ડકપ રમાશે, ICCએ કરી જાહેરાત

દક્ષિણ આફ્રિકામાં 8 સ્થળોએ 2027નો વન ડે વર્લ્ડકપ રમાશે, ICCએ કરી જાહેરાત
X

દક્ષિણ આફ્રિકાએ ICC વર્લ્ડ કપ 2027 માટે તેના આઠ સ્થળોની જાહેરાત કરી છે. ત્રણ દેશો દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા 2027માં ODI વર્લ્ડ કપની યજમાની કરશે.

આ ટુર્નામેન્ટ ઓક્ટોબર અને નવેમ્બરમાં રમાશે.દક્ષિણ આફ્રિકામાં સ્થાનો હોસ્ટ કરવા માટે આઠ સ્ટેડિયમની પુષ્ટિ કરવામાં આવી છે. તેમાં જોહાનિસબર્ગમાં વાન્ડરર્સ, પ્રિટોરિયામાં સેન્ચ્યુરિયન પાર્ક, ડરબનમાં કિંગ્સમીડ, ગેકેબરહામાં સેન્ટ જ્યોર્જ પાર્ક, પાર્લમાં બોલેન્ડ પાર્ક અને કેપ ટાઉનમાં ન્યુલેન્ડ્સ મુખ્ય સ્થળનો સમાવેશ થશે.જ્યારે બ્લોમફોન્ટીનમાં મંગાઉંગ ઓવલ અને પૂર્વ લંડનના બફેલો પાર્કમાં પણ વર્લ્ડ કપ ઈવેન્ટ્સ યોજાશે. દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે બીજી વખત ODI વર્લ્ડ કપની યજમાની કરશે.

Next Story