Connect Gujarat
સ્પોર્ટ્સ

3rd T-20 Ind Vs Aus : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં ટી-20 શ્રેણીની ત્રીજી મેચ રમાશે

3rd T-20 Ind Vs Aus : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં ટી-20 શ્રેણીની ત્રીજી મેચ રમાશે
X

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે (28 નવેમ્બર) પાંચ મેચની ટી-20 શ્રેણીની નિર્ણાયક મેચ રમાશે. આ સીરિઝની માત્ર ત્રીજી મેચ હશે પરંતુ તે નિર્ણાયક હશે કારણ કે આજની મેચ નક્કી કરી શકે છે કે ટ્રોફી કોણ જીતશે.

વાસ્તવમાં ટીમ ઈન્ડિયાએ આ શ્રેણીની શરૂઆતની બંને મેચ જીતી છે. આવી સ્થિતિમાં જો ટીમ ઈન્ડિયા આજની મેચમાં પણ જીત મેળવી લેશે તો તે શ્રેણી પર કબજો કરી લેશે. ભારતીય ટીમ અજેય લીડ લેવાના ઉદ્દેશ્ય સાથે જ અહીં મેદાનમાં ઉતરશે. બીજી તરફ ઓસ્ટ્રેલિયા માટે આ 'કરો યા મરો'ની મેચ રહેશે.

ઓસ્ટ્રેલિયાએ બંને મેચમાં ભારતીય ટીમને સારી લડત આપી હતી પરંતુ તે જીતી શકી નહોતી. આજે યોજાનારી ત્રીજી મેચમાં તે જીત અને હારના આ નાના અંતરને પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે. આ મેચ ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં આજે સાંજે 7 વાગ્યે શરૂ થશે. આ મેદાન પર અત્યાર સુધી માત્ર બે મેચ જ રમાઇ છે.

Next Story