/connect-gujarat/media/post_banners/e06a445641de4f97ed3e49ed5d6c68ea6a1880242ff9e0e7d1abaa4b243e77cd.webp)
બાંગ્લાદેશ સામેની ત્રણ મેચની વનડે સીરિઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. હાલ મળતી જાણકારી અનુસાર અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી ઈજાના કારણે બાંગ્લાદેશ સામેની આ વનડે સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. શમીના હાથમાં આ ઈજા પંહોચી છે, જો કે બીસીસીઆઈએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
જણાવી દઈએ કે ભારતે બાંગ્લાદેશ પ્રવાસ પર ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચ રમવાની છે અને રવિવારથી વનડે સીરિઝ શરૂ થઈ રહી છે. ઝડપી બોલર મોહમ્મદ શમી ODI અને ટેસ્ટ બંને ટીમોનો ભાગ હતો અને જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં આક્રમક બોલિંગમાં આગેવાની કરવા માટે તૈયાર હતો પણ ઈજાને કારણે તે 1 ડિસેમ્બરે બાકીની ટીમ સાથે બાંગ્લાદેશ ગયો નહતો.