દ્વારકાના આદિત્ય રોડ ખાતે આવેલા એક રહેણાંક મકાનમાં આગ લાગી, 4 લોકોના મોત

New Update
દ્વારકાના આદિત્ય રોડ ખાતે આવેલા એક રહેણાંક મકાનમાં આગ લાગી,  4 લોકોના મોત

રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે.ત્યારે દ્વારકામાં એક મકાનમાં આગ લાગતા એક પરિવાર આગમાં હોમાયો છે. દ્વારકાના આદિત્ય રોડ ખાતે આવેલા એક રહેણાંક મકાનમાં આગ લાગી હતી. જેમાં 4 લોકોના મોત નિપજ્યાં છે.

રાત્રે અંદાજે 4 વાગ્યા આસપાસ ઘરમાં આગ લાગી હતી.મકાનમાં આગ લાગતા ગૂંગળામણને કારણે ઘટનામાં 4 લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં 1 બાળકી, 2 મહિલા, 1 પુરુષનું મૃત્યુ થયું છે. ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે ફાયરની ટિમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે હજી આગ લાગવાનું કારણ અકબંધ છે. મૃતદેહો સરકારી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે.

Latest Stories