સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં 40 ટન રેતીમાંથી શ્રી રામ મંદિર તેમજ ભગવાન શ્રી રામનું ભવ્ય તેમજ સુંદર રેત શિલ્પનું નિર્માણ કરાયું છે. જેમાં થાનગઢના ગુજરાત ગૌરવ એવોર્ડ પુરસ્કૃત તેમજ ઇન્ટરનેશનલ શિલ્પકાર રાજેશ મૂળિયા દ્વારા આખી રાત જાગીને આ ભવ્ય રેત શિલ્પનું નિર્માણ કર્યુ છે.
સોમવારનો દિવસ શ્રી અયોધ્યાજી ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પાંજરાપોળ ખાતે જીવદયા ગ્રૂપ આયોજિત મહામંડલેશ્વર પ.પૂ.માં શ્રી કનકેશ્વરીજીના શ્રી મુખેથી શ્રીમદ ભાગવત કથા ચાલી રહી છે. ત્યારે આજના દિવસે કથા દરમિયાન શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં થાનગઢના ગુજરાત ગૌરવ એવોર્ડ પુરસ્કૃત તેમજ ઇન્ટરનેશનલ શિલ્પકાર રાજેશ મૂળિયા દ્વારા 40 ટન રેતીમાંથી શ્રી રામ મંદિર તેમજ ભગવાન શ્રી રામનું ભવ્ય તેમજ સુંદર રેત શિલ્પનું નિર્માણ કરાયું છે. જેમાં થાનગઢના સ્થાનિકો આ રેતી શિલ્પ જોઈ ભાવ વિભોર બન્યા હતા.