New Update
અફઘાનિસ્તાને કોઈપણ ફોર્મેટમાં પ્રથમ વખત દક્ષિણ આફ્રિકાને હરાવીને ઈતિહાસ રચ્યો છે. શારજાહના મેદાન પર બુધવારે રમાયેલી પ્રથમ વન-ડેમાં ટીમે દક્ષિણ આફ્રિકાને 106 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ત્યારબાદ 26 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
અફઘાનિસ્તાન તરફથી ફાસ્ટ બોલર ફઝલહક ફારૂકીએ 4, અલ્લાહ ગઝનફરે 3 અને રાશિદ ખાને 2 વિકેટ લીધી હતી. બેટિંગમાં ગુલબદ્દીન નઇબે 34 રન અને અઝમતુલ્લા ઓમરઝાઈએ 25 રન બનાવ્યા જેના કારણે ટીમને સરળતાથી જીત અપાવી. આ સાથે અફઘાનિસ્તાને 3 મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે.અફઘાનિસ્તાને ત્રણેય ફોર્મેટમાં પ્રથમ વખત દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. આ પહેલા બંને ટીમ વચ્ચે 3 T-20 અને 2 ODI રમાઈ હતી. સાઉથ આફ્રિકાએ તમામ જીત મેળવી હતી. અફઘાનિસ્તાને હવે ઇતિહાસ બદલી નાખ્યો અને સાઉથ આફ્રિકાને હરાવ્યું.
Latest Stories