અફઘાનિસ્તાને રચ્યો ઈતિહાસ, બાંગ્લાદેશને હરાવી સેમી.માં કર્યો પ્રવેશ

પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 115 રન બનાવ્યા હતા. વરસાદના વિક્ષેપને કારણે 1 ઓવર કાપવામાં આવી હતી, જેથી બાંગ્લાદેશને 19 ઓવરમાં જીતવા માટે 114 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

New Update
અફઘાનિસ્તાને ઈતિહાસ રચ્યો

T20 વર્લ્ડ કપ 2024માં સુપર 8 તબક્કાની છેલ્લી મેચ બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ હતી. જેમાં અફઘાનિસ્તાનની જીત થઈ છે અને બાંગ્લાદેશનો પરાજય થયો છે. અફઘાનિસ્તાનની આ જીત સાથે તે સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે અને ઓસ્ટ્રેલીયાની ટીમ આ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.

આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 115 રન બનાવ્યા હતા. વરસાદના વિક્ષેપને કારણે 1 ઓવર કાપવામાં આવી હતી, જેથી બાંગ્લાદેશને 19 ઓવરમાં જીતવા માટે 114 રનનો ટાર્ગેટ મળ્યો હતો. અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 105 રનથી હરાવીને મેચ જીતી લીધી હતી. રાશિદ ખાને આ દરમિયાન સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. જ્યારે બાંગ્લાદેશનો લિટન દાસ 54 રન બનાવીને અંત સુધી અણનમ રહ્યો હતો.

Latest Stories