અફઘાનિસ્તાને અપસેટ સર્જ્યો, ઓસ્ટ્રેલિયાને 21 રનથી હરાવ્યું..

અફઘાનિસ્તાને મોટો અપસેટ સર્જ્યો અને ઓસ્ટ્રેલિયાને 21 રનથી હરાવ્યું. અફઘાનિસ્તાનના આ વિજય સાથે સેમીફાઈનલની રેસ રોમાંચક બની ગઈ છે.

author-image
By Connect Gujarat Desk
New Update
AFG.jpeg

અફઘાનિસ્તાને મોટો અપસેટ સર્જ્યો અને ઓસ્ટ્રેલિયાને 21 રનથી હરાવ્યું. અફઘાનિસ્તાનના આ વિજય સાથે સેમીફાઈનલની રેસ રોમાંચક બની ગઈ છે.

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાને પહેલી જ ઓવરમાં મોટો આંચકો લાગ્યો હતો. નવીન-ઉલ-હકે ટ્રેવિસ હેડને શૂન્ય પર પેવેલિયન મોકલ્યો હતો. નવીન-ઉલ-હકે ત્રીજી ઓવરમાં માર્શને પેવેલિયન મોકલીને ટીમને મોટી સફળતા અપાવી હતી.

ગુલબદ્દીન નાયબની ઘાતક બોલિંગ

મોહમ્મદ નબીએ ત્રણના સ્કોર પર ડેવિડ વોર્નરને આઉટ કરીને ટોપ ઓર્ડરની કમર તોડી નાખી હતી. ગુલબદિન નાયબે સ્ટોઈનિસને આઉટ કરીને અફઘાનિસ્તાનની જીતની આશા વધારી દીધી હતી. જોકે, મેક્સવેલે બીજા છેડેથી રન બનાવવાનું ચાલુ રાખ્યું હતું. ગુલબદીને 14.4 ઓવરમાં 59 રનના અંગત સ્કોર પર મેક્સવેલને નૂરના હાથે કેચ આઉટ કરાવીને મેચ અફઘાનિસ્તાનના કોથળામાં નાખી દીધી હતી.

ગુલબદ્દીન નાયબે 4 ઓવરમાં ચાર વિકેટ લઈને મેચને સંપૂર્ણપણે ફેરવી નાખી હતી. નવીન ઉલ હકે ત્રણ વિકેટ ઝડપી હતી. રાશિદ ખાને આઠ બોલરોની બોલિંગ કરી હતી. ઓસ્ટ્રેલિયા 19.2 ઓવરમાં 127 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું હતું. અફઘાનિસ્તાને T20Iમાં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે.

Latest Stories