યશસ્વીના સ્લેજિંગથી અજિંક્ય રહાણે પરેશાન, મેચ દરમિયાન મોકલ્યો મેદાનની બહાર

દુલીપ ટ્રોફીની ફાઇનલમાં પશ્ચિમ ઝોને દક્ષિણ ઝોનને 294 રનથી હરાવ્યું હતું. તેણે 19મી વખત ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો.

New Update
યશસ્વીના સ્લેજિંગથી અજિંક્ય રહાણે પરેશાન, મેચ દરમિયાન મોકલ્યો મેદાનની બહાર

દુલીપ ટ્રોફીની ફાઇનલમાં પશ્ચિમ ઝોને દક્ષિણ ઝોનને 294 રનથી હરાવ્યું હતું. તેણે 19મી વખત ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો. રવિવારે (25 સપ્ટેમ્બર) મેચના પાંચમા દિવસે કોઈમ્બતુરમાં એક વિચિત્ર ઘટના બની. વેસ્ટ ઝોનના કેપ્ટન અજિંક્ય રહાણેએ યશસ્વી જયસ્વાલને પોતાની ટીમ સામે મેદાનની બહાર મોકલી દીધો હતો. યશસ્વીની અનુશાસનહીનતાને કારણે તેણે આ નિર્ણય લીધો હતો.

યશસ્વી જયસ્વાલ દક્ષિણ ઝોનના બેટ્સમેન ટી રવિ તેજા સામે સતત સ્લેજિંગ કરી રહ્યો હતો. રવિ તેજા સાથે તે સતત લડતો હતો. અમ્પાયરે તેને ચેતવણી પણ આપી હતી. અંતે નારાજ થઈને અમ્પાયરોએ રહાણે સાથે વાત કરવાનો નિર્ણય લીધો. જયસ્વાલની હરકતોથી પરેશાન રહીને રહાણેએ તેને મેદાનની બહાર મોકલવાનો નિર્ણય કર્યો. મેદાન છોડતી વખતે જયસ્વાલ નારાજ દેખાયા હતા. જોકે 65મી ઓવરમાં તેને ફરીથી બોલાવવામાં આવ્યો હતો.

મેચની વાત કરીએ તો વેસ્ટ ઝોને પ્રથમ દાવમાં 270 રન બનાવ્યા હતા. આ પછી દક્ષિણે પ્રથમ દાવમાં 327 રન બનાવ્યા હતા. પશ્ચિમે બીજા દાવમાં ચાર વિકેટે 585 રનનો પહાડી સ્કોર બનાવ્યો હતો. સાઉથને મેચ જીતવા માટે 529 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ બીજા દાવમાં તે માત્ર 234 રન જ બનાવી શકી હતી.

Latest Stories