સાનિયા મિર્ઝાથી અલગ થવાના સમાચાર વચ્ચે શોએબ મલિકે આ પાકિસ્તાની એક્ટ્રેસ સાથે કર્યા બીજા લગ્ન..!

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શોએબ મલિકે બીજા લગ્ન કર્યા છે. શોએબે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નની તસવીરો શેર કરી છે.

New Update
સાનિયા મિર્ઝાથી અલગ થવાના સમાચાર વચ્ચે શોએબ મલિકે આ પાકિસ્તાની એક્ટ્રેસ સાથે કર્યા બીજા લગ્ન..!

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શોએબ મલિકે બીજા લગ્ન કર્યા છે. શોએબે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નની તસવીરો શેર કરી છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ એવા સમાચાર સામે આવ્યા હતા કે શોએબ અને સાનિયા મિર્ઝા છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. શોએબ મલિકે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે બીજા લગ્ન કર્યા છે.

શોએબ મલિકે બધાને ચોંકાવી દીધા છે અને બીજી વખત લગ્ન કરી લીધા છે. શોએબે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાના લગ્નની તસવીરો શેર કરી છે. શોએબે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે બીજા લગ્ન કર્યા છે. લાંબા સમયથી એવી અટકળો ચાલી રહી હતી કે સાનિયા મિર્ઝા અને શોએબ મલિક ટૂંક સમયમાં છૂટાછેડા લઈ શકે છે. જોકે, શોએબ-સાનિયાના છૂટાછેડાની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. આ જ કારણ છે કે શોએબના બીજા લગ્નથી બધાને આશ્ચર્ય થયું છે.

Latest Stories