Connect Gujarat
સ્પોર્ટ્સ

વર્લ્ડ કપમાં વધુ એક અપસેટ સર્જાયો, અફઘાનિસ્તાને શ્રીલંકાને 7 વિકેટથી હરાવ્યું

વર્લ્ડ કપમાં વધુ એક અપસેટ સર્જાયો, અફઘાનિસ્તાને શ્રીલંકાને 7 વિકેટથી હરાવ્યું
X

ODI વર્લ્ડ કપ 2023ની 30મી મેચમાં અફઘાનિસ્તાને શ્રીલંકાને હરાવ્યું છે. પૂણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 241 રન બનાવ્યા હતા અને અફઘાનિસ્તાને ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. હાર સાથે શ્રીલંકા માટે આગળનો રસ્તો મુશ્કેલ બની ગયો છે. ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન બાદ અફઘાનિસ્તાને પણ શ્રીલંકાને હરાવ્યું છે. જીત સાથે અફઘાનિસ્તાન પોઇન્ટ ટેબલમાં પાંચમાં ક્રમે આવી ગયું છે.

શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા 49.3 ઓવરમાં 241 રન બનાવી ઓલઆઉટ થયું હતું. નિસાંકાએ સૌથી વધુ 46 રન બનાવ્યા હતા. કુસલ મેંડિસે 39, સમરવિક્રામાએ 36, મહેશ તીક્ષ્ણાએ 29 રનનું યોગદાન આપ્યું હતું. અફઘાનિસ્તાન તરફથી ફારૂકીએ 34 રનમાં 4 વિકેટ, મુજીબે 38 રનમાં 2 વિકેટ, રાશિદ ખાને 50 રનમાં 1 વિકેટ ઝડપી હતી. અફઘાનિસ્તાને 242 રનના ટાર્ગેટને 45.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પાર પાડ્યો હતો. ગુરબાઝ ખાતું ખોલાવી શક્યો નહોતો. ઝરદાને 39 અને રહમત શાહે 62 રન બનાવ્યા હતા. શાહીદી 58 રન અને ઓમરઝઇ 73 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા.

Next Story