/connect-gujarat/media/post_banners/a42aa63495c0dcc38809746a04fb57d0817f153e78ce4190cb48b2a01d903e7b.webp)
ટીમ ઈન્ડિયાએ એશિયા કપ-2023 જીતી લીધો છે. આ ટુર્નામેન્ટ ભારતે આઠમીવાર જીતી છે. એશિયા કપની ફાઈનલમાં ભારતે શ્રીલંકાને માત્ર 50 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું ભારતીય ટીમને જીતવા માટે 51 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેમાં ટીમ ઈન્ડિયાના ઓપનર્સ ઈશાન કિશન અને શુભમન ગિલે 6.1 ઓવરમાં જ ચેઝ કરી લીધો હતો.
કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું, પરંતુ ટીમની શરૂઆત સારી રહી ન હતી. ભારતીય બોલરોએ શ્રીલંકાને 15.2 ઓવરમાં 50 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ભારત સામે કોઈપણ ટીમનો આ સૌથી લોએસ્ટ સ્કોર છે.
મોહમ્મદ સિરાજે 6 વિકેટ ઝડપી હતી. જ્યારે હાર્દિક પંડ્યાને 3 વિકેટ અને જસપ્રીત બુમરાહને 1 વિકેટ મળી હતી. શ્રીલંકા તરફથી હાઇએસ્ટ રન સ્કોરર કુસલ મેન્ડિસ હતો, તેણે 17 રન બનાવ્યા હતા. શ્રીલંકાના બેટર ભારતીય ફાસ્ટ બોલરો સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. ટીમનો કોઈપણ બેટર 20 રનનો આંકડો પાર કરી શક્યો નહોતો. કુસલ મેન્ડિસે સૌથી વધુ 17 રનની ઇનિંગ રમી હતી જ્યારે દુશન હેમંથા 13 રન બનાવ્યા હતા.
પાવરપ્લેમાં શ્રીલંકાની ઇનિંગ્સ પત્તાના મહેલની જેમ ખરી પડી હતી.. ટીમે 10 ઓવરમાં 33 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. સિરાજે 5 અને બુમરાહે એક વિકેટ ઝડપી હતી. સ્થિતિ એવી હતી કે ટીમનો કોઈ બેટર્સ બે આંકડા સુધી પહોંચી શક્યો ન હતો.