New Update
/connect-gujarat/media/post_banners/0122f80ede301fd85349ecf8e99de56c97ad8929c9d39ed2b1d8c3c3983e1515.webp)
વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાના હાથે મળેલી નિરાશાજનક હારને ભૂલીને ભારતીય ટીમ હવે તેની આગળની સફર માટે નીકળી પડી છે. ભારતીય ટીમે હવે ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની ટી- શ્રેણી રમવાની છે. તેની પ્રથમ મેચ આજે (23 નવેમ્બર) સાંજે 7 વાગ્યાથી વિશાખાપટ્ટનમમાં રમાશે.
સૂર્યકુમાર યાદવે પણ આ નિરાશાને ભૂલીને આ ટી20 શ્રેણીમાં યુવા ખેલાડીઓથી સજ્જ ભારતીય ટીમનું નેતૃત્વ કરવું પડશે. વર્લ્ડ કપની હારને ભૂલી જવું એટલું સરળ કામ નથી અને પછી સૂર્યકુમારે માત્ર 96 કલાકમાં જ મજબૂત ઓસ્ટ્રેલિયા સામે ટીમની કેપ્ટનશીપ કરવાની છે.