બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ભારતીય ટીમના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા મેથ્યુ વેડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. 8 મહિના પહેલા આ વર્ષે માર્ચમાં તેણે શેફિલ્ડ શીલ્ડની ફાઈનલ રમ્યા બાદ ફર્સ્ટ ક્લાસ એટલે કે રેડ બોલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી.મેથ્યુ વેડે ઓસ્ટ્રેલિયા માટે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ આ વર્ષે T20 વર્લ્ડ કપમાં ભારત સામે રમી હતી.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ તે પોતાની કોચિંગ કારકિર્દીની શરૂઆત કરશે. પાકિસ્તાન સામે ઘરઆંગણે રમાનારી T20 શ્રેણી માટે તેને કોચિંગ સ્ટાફમાં સામેલ કરવામાં આવ્યો છે. તે વિકેટકીપિંગ અને ફિલ્ડિંગ કોચની ભૂમિકા નિભાવશે.વેડે તેની 13 વર્ષની કારકિર્દીમાં ઓસ્ટ્રેલિયા માટે 36 ટેસ્ટ મેચ, 97 વન-ડે અને 92 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.