/connect-gujarat/media/post_banners/7b89d401bdc5d4d58b831a3b12317be019909546ef72cc3d0836dfaba6d51f8d.webp)
વન-ડે વર્લ્ડકપમાં ખરાબ પ્રદર્શન બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન પદેથી બાબર આઝમે રાજીનામું આપ્યું હતું. બાબરે ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી. બાબર આઝમની કેપ્ટનશીપ હેઠળની પાકિસ્તાની ટીમે વર્લ્ડ કપ 2023માં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું, ત્યારબાદ બાબર આઝમે કેપ્ટન પદેથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હતો. બાબર આઝમે ત્રણેય ફોર્મટમાંથી કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધું છે. બાબર બાદ ટેસ્ટ ક્રિકેટમાં શાન મસૂદ અને ટી-20 ઈન્ટરનેશનલમાં શાહીન શાહ આફ્રિદી કેપ્ટન બનવાની રેસમાં સૌથી આગળ છે.
પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી. પાકિસ્તાનની ટીમ 9 માંથી માત્ર 4 મેચ જીતી શકી હતી અને પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને હતી. બાબર પોતે પણ બેટિંગમાં સારુ પ્રદર્શન કરી શક્યો નહીં. આવી સ્થિતિમાં ઘણા દિગ્ગજો અને ચાહકોએ તેની આકરી ટીકા કરી હતી. બાબરે પોતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને કેપ્ટન પદેથી રાજીનામું આપવાની જાણકારી આપી છે.