બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસને નિવૃત્તિની કરી જાહેરાત

બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસને નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે ગુરુવારે અચાનક પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને કહ્યું કે તેની છેલ્લી ટેસ્ટ દક્ષિણ આફ્રિકા સામે મીરપુર

New Update
bang

બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસને નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે ગુરુવારે અચાનક પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને કહ્યું કે તેની છેલ્લી ટેસ્ટ દક્ષિણ આફ્રિકા સામે મીરપુરમાં થશે. તે ભારતીય પ્રવાસ પર બાંગ્લાદેશ ટીમનો ભાગ છે, જોકે તેના કાનપુર ટેસ્ટ રમવા પર શંકા છે.

37 વર્ષીય બાંગ્લાદેશી ઓલરાઉન્ડરે કહ્યું- 'મેં મારા બોર્ડ સમક્ષ મીરપુરમાં છેલ્લી ટેસ્ટ રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેઓ મારી સ્વદેશ પરત ફરવા માટે પણ પ્રયાસો કરી રહ્યા છે, જો આમ નહીં થાય તો ભારત સામે કાનપુર ટેસ્ટ મારી છેલ્લી મેચ હશે. શાકિબે કહ્યું- 'હું મારા દેશમાં જઈ શકું છું, પરંતુ મને નથી ખબર કે ત્યાં મારી સાથે શું થશે.'શાકિબ પર વિરોધ કરી રહેલા વિદ્યાર્થીની હત્યાનો આરોપ છે, જો કે તે વિવાદો સાથે લાંબો સંબંધ ધરાવે છે.

Latest Stories