ભારત સામેની ટેસ્ટ મેચ માટે બાંગ્લાદેશની ટીમ જાહેર

Featured | સ્પોર્ટ્સ | સમાચાર ,બાંગ્લાદેશે ભારત સામે 19 સપ્ટેમ્બરથી રમાનારી ટેસ્ટ શ્રેણી માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. બે મેચની આ શ્રેણી માટે 16 સભ્યોની ટીમ પસંદ

New Update
bagladeh

બાંગ્લાદેશે ભારત સામે 19 સપ્ટેમ્બરથી રમાનારી ટેસ્ટ શ્રેણી માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. બે મેચની આ શ્રેણી માટે 16 સભ્યોની ટીમ પસંદ કરવામાં આવી હતી. નઝમુલ હસન શાંતો ટીમના કેપ્ટન હશે.શાકિબ અલ હસનને પણ ટીમમાં તક મળી છે. તેના પર બાંગ્લાદેશમાં હસીના સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનાર વિદ્યાર્થીની હત્યા કરવાનો આરોપ છે. આ આંદોલનમાં 400થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. શાકિબ સહિત 147 લોકો પર આમાંથી એક વિદ્યાર્થીની હત્યાનો આરોપ છે.

 
બાંગ્લાદેશની ટીમ
 
નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), મહમુદુલ હસન જોય, ઝાકિર હસન, શાદમાન ઈસ્લામ, મોમિનુલ હક, મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન, લિટન કુમેર દાસ, મેહદી હસન મિરાજ, તૈજુલ ઈસ્લામ, નઈમ હસન, નાહીદ રાણા, હસન મહેમૂદ, તસ્કીન અહેમદ, સૈયદ ખાલિદ અહેમદ અને ઝેકર અલી અનિક. પ્રથમ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયા​​​​​​​રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ, દીપક, જસપ્રિત બુમરાહ અને યશ દયાલ.
Latest Stories