/connect-gujarat/media/post_banners/5a2c98dfb9786e55647c9d3cd31562b2284f10ecc5c8a6bf01601393cd128d22.webp)
ક્રિકેટ એક એવી રમત છે જેમાં લોકો ખૂબ જ ઉત્સાહિત જોવા મળે છે. ક્રિકેટમાં એક નિયમ હોય છે કે અમ્પાયરના નિર્ણયને જ અંતિમ નિર્ણય માનવામાં આવે છે અને તેને ધ્યાનમાં લઈને જ ગેમ આગળ વધારવામાં આવે છે. પરંતુ ક્રિકેટ જગતમાં હાલ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અમ્પાયરના નિર્ણયથી સ્ટેડિયમમા મારામારીના દ્ર્શયો જોવા મળ્યા હતા. બાંગ્લાદેશમાં આયોજિત સેલિબ્રિટિ ક્રિકેટ ટુર્નામેંટના ગ્રૂપ સ્ટેજની મેચ દરમિયાન ફિલ્મ નિર્માતા મુસ્તફા કમલ રાજ અને દિપાંકર દિપોન વચ્ચે અમ્પાયરના નિર્ણયને લીધે લડાઈ જોવા મળી હતી. બંને વચ્ચે બોલાચાલી એટલી વધી ગઈ હતી કે મારામારી થઈ હતી. આમાં કેટલાક ખેલાડીઓએ તો બેટથી હુમલો પણ કર્યો હતો. આ હુમાલામાં ત્યાં હજાર 6 લોકો ખરાબ રીતે ઘાયલ થયા હતા. જેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.