/connect-gujarat/media/media_files/2025/01/30/qw10QN9a3p8OKj1MogFz.jpg)
સૌરાષ્ટ્રના દિગ્ગજ બેટ્સમેન શેલ્ડન જેક્સન રણજી ટ્રોફીના ઇતિહાસમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. આ બેટ્સમેને આસામ સામે ફાઇનલ લીગ મેચમાં રાજકોટમાં કમાલ કરી હતી. 38 વર્ષના જેક્સને ભૂતપૂર્વ ભારતીય વિકેટ કીપર બેટર નમન ઓઝાને પાછળ છોડી દીધો છે. જેક્સને આ કમાલ 100મી રણજી ટ્રોફી મેચમાં કરી હતી. રણજી ટ્રોફીમાં આ બેટ્સમેનના નામે 6600 રન છે. એવામાં તે સૌરાષ્ટ્ર તરફથી રન બનાવવાના મામલે ત્રીજા નંબરે પહોંચી ચૂક્યો છે. હાલ તે રન બનાવવાના મામલે ચેતેશ્વર પુજારા અને સિતાંશુ કોટકથી પાછળ છે.
જેક્સન સૌરાષ્ટ્ર માટે પહેલી ઇનિંગમાં નંબર 4 પર બેટિંગ માટે આવ્યો હતો. જેક્સને રાહુલ સિંહના બોલ પર છગ્ગો ફટકાર્યો હતો. જેક્સને કુલ 21 ફર્સ્ટ ક્લાસ સદી ફટકારી છે. જોકે તે પુજારાની 25 સદીથી પાછળ છે. જેક્સને વર્ષ 2011-12 સિઝનમાં પોતાનું ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. જેક્સને આ દરમિયાન પોતાના કરિયરમાં કુલ 7000 રન ફટકાર્યા છે.