ટીમ ઇન્ડિયાના હેડ કોચ માટે BCCIને 3 હજાર અરજી મળી, મોદી- શાહે પણ એપ્લાય કર્યું !

New Update
ટીમ ઇન્ડિયાના હેડ કોચ માટે BCCIને 3 હજાર અરજી મળી, મોદી- શાહે પણ એપ્લાય કર્યું !

ટીમ ઇન્ડિયાના નવા હેડ કોચ બનવા માટે અરજી કરવાની તારીખ 27 મે, સોમવાર છેલ્લી હતી. બીસીસીઆઈને આ પ્રોફાઇલ પોસ્ટ માટે 3 હજારથી વધારે અરજી મળી છે. BCCIએ તેના માટે પોતાની વેબસાઇટ પર ગૂગલ ફોર્મ શેર કર્યું હતું, જેના દ્વારા ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ માટે અરજી કરવાની હતી. તેનો જ ફાયદો ઉઠાવીને નકલી અરજીઓનું પૂર આવી ગયું. કોઈએ સચિન તેંડુલકર તો કોઈએ નરેન્દ્ર મોદીના નામથી ખોટી અરજીઓ કરી દીધી છે.અનેક સોશિયલ મીડિયા યુઝર્સે પોતાની એપ્લિકેશન મોકલવા માટે સ્ક્રીનશોર્ટ મોકલવાનું શરૂ કરી દીધું છે.

હવે, એક રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જેમણે નોકરી માટે દિગ્ગજોના નામનો ઉપયોગ કર્યો છે, એવી ખોટી અરજીઓની તપાસ BCCIએ કરવી પડી રહી છે. ટીમ ઇન્ડિયાના હેડ કોચ પદ માટે ખોટી અરજી કરનાર લોકોએ સચિન તેંડુલકર, મહેન્દ્ર સિંહ ધોની, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નામનો ઉપયોગ કર્યો છે.ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે ટીમ ઇન્ડિયાના હેડ કોચની અરજીમાં મોદી, શાહ અને સચિન જેવાં નામ પણ આવ્યાં છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ વખતે 3 હજારથી વધારે અરજી આવી છે. જોકે, આ વખતે અરજી ગૂગલ ફોર્મ દ્વારા કરવાની હતી. એવામાં જે પણ નામ અરજી માટે આવ્યાં છે તેમાં થોડાં નામ ખોટાં પણ હોઈ શકે છે. જેના કારણે આ BCCIનો માથાનો દુખાવો બની ગયું છે. હવે BCCIએ એવાં નામ અલગ કરવાં પડશે જે ફેક છે.

Latest Stories