BCCIના સેક્રેટરી જય શાહે એક મોટી કરી જાહેરાત, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા

ઇન્ડિયન પ્રિમિયર લીગ ( IPL 2025) 2025ના મેગા ઓક્શન પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી જય શાહે એક મોટી જાહેરાત કરી ટીમમાં સામેલ

New Update
shsh

ઇન્ડિયન પ્રિમિયર લીગ ( IPL 2025) 2025ના મેગા ઓક્શન પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી જય શાહે એક મોટી જાહેરાત કરી છે. તેમણે શનિવારે કહ્યું હતું કે ટીમમાં સામેલ ખેલાડીઓને મેચ ફી તરીકે પ્રતિ મેચ 7.5 લાખ રૂપિયા મળશે. તમામ લીગ મેચ રમનારા ખેલાડીઓને તેમના કરારની રકમ ઉપરાંત 1.05 કરોડ રૂપિયા મળશે.

શાહે લખ્યું હતું કે  IPLમાં સાતત્ય અને ઉત્કૃષ્ટ પ્રદર્શનની ઉજવણી કરવા માટે એક ઐતિહાસિક પગલું ભરતાં અમે અમારા ક્રિકેટરો માટે 7.5 લાખ રૂપિયા પ્રતિ મેચની મેચ ફી શરૂ કરતા આનંદ અનુભવીએ છીએ. એક સીઝનમાં તમામ લીગ મેચો રમનાર ક્રિકેટરને તેના કરારની રકમ ઉપરાંત 1.05 કરોડ રૂપિયા મળશે. દરેક ફ્રેન્ચાઇઝી સીઝન માટે મેચ ફી તરીકે 12.60 કરોડ રૂપિયા ફાળવશે. આઇપીએલ  અને અમારા ખેલાડીઓ માટે આ નવો યુગ છે.

Latest Stories