BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ IPL 2025ની સિઝનની તારીખ કરી જાહેર

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ચાહકો માટે સારા સમાચાર છે. BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ IPL 2025ની સિઝનની તારીખ જાહેર કરી દીધી છે. આ વખતે IPL

New Update
ipl 2025

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ચાહકો માટે સારા સમાચાર છે. BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ IPL 2025ની સિઝનની તારીખ જાહેર કરી દીધી છે. આ વખતે IPLની શરૂઆત 23 માર્ચથી થશે. આ જાહેરાત રવિવારે (12 જાન્યુઆરી) BCCIની સ્પેશિયલ જનરલ મીટિંગ (AGM) બાદ કરવામાં આવી હતી.

રાજીવ શુક્લાએ મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે મીટિંગમાં મુખ્ય મુદ્દો ટ્રેઝરર અને સેક્રેટરીની પસંદગીનો હતો. આ ઉપરાંત, IPL કમિશનરની નિમણૂક પણ એક વર્ષ માટે કરવામાં આવી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે IPL 2025ની શરૂઆત 23 માર્ચથી થશે, જોકે કઈ ટીમો વચ્ચે પ્રથમ મેચ રમાશે તે હજુ નક્કી નથી. મહિલા પ્રીમિયર લીગના સ્થળો પણ નક્કી કરવામાં આવ્યા છે, જેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

ગત વર્ષે IPLની શરૂઆત 22 માર્ચે થઈ હતી, જેમાં પ્રથમ મેચ RCB અને CSK વચ્ચે રમાઈ હતી. ફાઈનલ મેચ 26 મેના રોજ KKR અને હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી, જેમાં KKR વિજેતા બની હતી. આ વખતે ફાઈનલ મેચ KKRના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાઈ શકે છે.