Connect Gujarat
સ્પોર્ટ્સ

ભરૂચ જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધા ક્વિન ઓફ એન્જલ સ્કૂલમાં યોજાય, સ્પર્ધકોએ ખેલ કૌવત બતાવ્યું

સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લાની 24 શાળા અને સંસ્થાઓના 300 જેટલા સ્પર્ધક ભાઈ-બહેનોએ ભાગ લઈ પોતાનું ખેલ કૌવત બતાવ્યું

X

ભરૂચની ક્વિન ઓફ એન્જલ સ્કૂલ ખાતે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને ભરૂચ જિલ્લા રમત ગમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ સમગ્ર દેશ અને રાજ્યોમાં ખેલ મહાકુંભ સહિતના રમત-ગમત કાર્યક્રમ અને સ્પર્ધાઓ યોજી દેશના રમતવીરોને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે, ત્યારે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને ભરૂચ જિલ્લા રમત ગમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા 67મી અખિલ ભારતીય શાળાકીય સ્પર્ધા અંતર્ગત ભરૂચની ક્વિન ઓફ એન્જલ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધા યોજાય હતી.

આ પ્રસંગે જિલ્લા રમત ગમત વિભાગના સિનિયર કોચ રાજન ગોહિલ, સ્કેટિંગ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર ગોહિલના માર્ગદર્શન હેઠળ સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લાની 24 શાળા અને સંસ્થાઓના 300 જેટલા સ્પર્ધક ભાઈ-બહેનોએ ભાગ લઈ પોતાનું ખેલ કૌવત બતાવ્યું હતું.

Next Story