કચ્છ : કુકમામાં કુદરતી સૌંદર્ય વચ્ચે ચિત્રકારોના લાઈવ પેઇન્ટિંગે જમાવ્યું આકર્ષણ, કુદરતની છબીઓ કેનવાસ પર ઉતારતા સૌ મંત્રમુગ્ધ

કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના કુકમામાં ઈકો એડવેન્ચર કેમ્પ અને અંજાર રંગ તરંગ આર્ટ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે અનોખું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • કુકમામાં લાઈવ પેઇન્ટિંગે જમાવ્યું આકર્ષણ

  • વરસાદમાં ખીલી ઉઠ્યું છે કુદરતી સૌંદર્ય

  • લાઈવ પેઇન્ટિંગમાં ઉત્સાહભેર ભાગ લેતા ચિત્રકારો

  • કુદરતી સૌંદર્યને કેનવાસ પર ઉતારતા કલાકારો  

  • નિવૃત  નાયબ પોલીસ અધિક્ષકે ચિત્રકારોનું કર્યું સન્માન

કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના કુકમામાં ઈકો એડવેન્ચર કેમ્પ અને અંજાર રંગ તરંગ આર્ટ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં વરસાદ બાદ ખીલેલા કુદરતી સૌંદર્યને લઈને ચિત્રકારો દ્વારા લાઈવ પેઇન્ટિંગ યોજાઇ હતી.

કચ્છ જિલ્લાના ભુજ-અંજાર રાજ્ય ધોરીમાર્ગ પર આવેલ કુકમા વિસ્તારમાં આવેલ કચ્છ ઈકો એડવેન્ચર કેમ્પ અને અંજાર રંગ તરંગ આર્ટ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં વરસાદ બાદ ખીલેલા કુદરતી સૌંદર્યને લઈને ચિત્રકારો દ્વારા લાઈવ પેઇન્ટિંગ યોજાઇ હતી. પ્રસન્ન કર્તવ્યમાં ચિત્રકારોએ કચ્છની કુદરતની લાલિત્યભરી છબીઓ કેનવાસ પર ઉતારી કળાના ઓટથી સૌને મુગ્ધ કરી દીધા હતા.

આ કાર્યક્રમમાં વિવિધ વિસ્તારોમાંથી આવેલા કલાકારો હાજર રહ્યા હતા અને પ્રકૃતિ સાથે તાદાત્મ્ય પામી અનોખી કલાસૃષ્ટિ સર્જી હતી. કાર્યક્રમના  અંતે નિવૃત નાયબ પોલીસ અધિક્ષક દિલીપ અગ્રાવતે ચિત્રકારોને તેમની કલા માટે સન્માનિત કર્યા હતા અને તેમનું ઉત્સાહવર્ધન કર્યું હતું.

આ પ્રસંગે આયોજક સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ કલાકારોએ કહ્યું કે આવા કાર્યક્રમો દ્વારા કચ્છના કુદરતી ખજાનાનો પ્રસાર થાય છે અને યુવાનોમાં કલાપ્રત્યે નવી ચેતના સર્જાય છે.

પેઇન્ટિંગ બનાવવામાં કરસન જોગું,સુલેમાન સિરાજ,બિપિન સોની,નવીન સોની,જે પી પઢિયાર,બલરામ મહેશ્વરી,ખેંગાર મહેશ્વરી,હરેશ શેખા,કિશોર રાઠોડ,ખીમજી મારું,કોમલ સોની,શબ્બીર કુંભાર,સુલતાન સિરાજદીપક જોટાંગીયા જોડાયને કેનવાસ પર કુદરતી સૌંદર્યને ઉતાર્યું હતું.

Latest Stories