ભરૂચ : ઓક્ઝિલિયમ સ્કૂલ ખાતે ઈન્ટર સ્કૂલ કબડ્ડી ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટ યોજાય…

ઓક્ઝિલિયમ સ્કૂલ ખાતે ઇન્ટર સ્કૂલ કબડ્ડી ચેમ્પિયનશીપ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં ભરૂચ જિલ્લાની અલગ અલગ 7 સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો

New Update

ઓક્ઝિલિયમ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું આયોજન

ઈન્ટર સ્કૂલ કબડ્ડી ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટ યોજાય

ભરૂચ જિલ્લાની 7 સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો

ઓક્ઝિલિયમ અને એસેન્ટ સ્કૂલ વચ્ચે ફાઇનલ રમાય

વિજેતા થયેલ ટીમોને ઈનામ વિતરણ કરવામાં આવ્યું

ભરૂચમાં આવેલી ઓક્ઝિલિયમ સ્કૂલ ખાતે 2 દિવસીય ઈન્ટર સ્કૂલ કબડ્ડી ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ જિલ્લાની અંદાજીત 7 સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલી ઓક્ઝિલિયમ સ્કૂલમાં બાળકોમાં રહેલી સૂસુપ્ત શક્તિઓ બહાર લાવવા માટે અનેક ખેલકુદની સ્પર્ધાઓ રમાડવા આવે છે. જેના ભાગરૂપે તા. 4 અને 5મી ઓકટોબરના રોજ ઓક્ઝિલિયમ સ્કૂલ ખાતે ઇન્ટર સ્કૂલ કબડ્ડી ચેમ્પિયનશીપ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં ભરૂચ જિલ્લાની અલગ અલગ 7 સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

જેની ફાઇનલ કબડ્ડીની સ્પર્ધા ઓક્ઝિલિયમ સ્કૂલ અને અંકલેશ્વરની એસેન્ટ સ્કૂલ વચ્ચે રમાય હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભરૂચ કબડ્ડી એસોસિએશનના સેક્રેટરી જયપાલસિંહ મોરીગવર્મેન્ટ ઓર્ગેનાઇઝર અને ટીમ મેનેજર ભરૂચ જિલ્લા રમત ગમતના હિતેશ પઢીયાર અને ઓક્ઝિલિયમ સ્કૂલના ટ્રસ્ટી સંગીતા રાજ સહિત માર્ગેશ રાજની ઉપસ્થિતમાં કબડ્ડીમાં વિજેતા થયેલ ટીમોને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

 

#Kabaddi tournament #કબડ્ડી ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટ #Kabaddi Championship Tournament #Auxilium School Bharuch
Here are a few more articles:
Read the Next Article