Connect Gujarat
સ્પોર્ટ્સ

ભરૂચ : લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે સ્પોર્ટ્સ ઇવેન્ટ યોજાય, વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો...

લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે સ્પોર્ટ્સ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું

X

લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે કરાયું આયોજન

કોલેજમાં સ્પોર્ટ્સ સેલિબ્રેશનનું કરવામાં આવ્યું ભવ્ય આયોજન

વિદ્યાર્થીઓને ઈનડોર અને આઉટડોર ગેમ રમાડવામાં આવી

મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થિઓએ ઉત્સાહભેર ભાગ લીધો

પ્રિન્સિપાલ, કોલેજ સ્ટાફ સહિત વિદ્યાર્થિઓ ઉપસ્થિત રહ્યા

ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે સ્પોર્ટ્સ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે સ્પોર્ટ્સ સેલિબ્રેશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરુઆત વિદ્યાર્થીઓ દ્વારા મશાલ સળગાવીને કરવામાં આવી હતી. ત્યારબાદ સ્પોર્ટ્સ ઇન્ચાર્જ એઝાઝ સર દ્વારા ગ્રીન સિગ્નલ આપી સ્પોર્ટ્સ ઇવેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

સ્પોર્ટ્સ સેલિબ્રેશનમાં વિવિધ રમતો જેવી કે, ક્રિકેટ, કબડ્ડી, વોલિબોલ, ખો-ખો, બેડમિન્ટન, દોરડાં ખેંચ વગેરે જેવી આઉટડોર અને ચેસ, કેરમ, રંગોળી જેવી ઇન્ડોર સ્પર્ધાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના પ્રિન્સિપાલ ડો. હસુમતિ રાજ, ડો. નિધિ ચૌહાણ તેમજ કોલેજ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story