Connect Gujarat
સ્પોર્ટ્સ

ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની વાપસીને લઈને આવ્યું મોટું અપડેટ, BCCI સેક્રેટરી જય શાહે કરી આ જાહેરાત

ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની વાપસીને લઈને આવ્યું મોટું અપડેટ, BCCI સેક્રેટરી જય શાહે કરી આ જાહેરાત
X

ભારતીય ટીમ પાસે ICC ODI વર્લ્ડ કપ 2023 માટેની તૈયારીઓને અંતિમ રૂપ આપવા માટે વધુ સમય બાકી નથી. આવી સ્થિતિમાં ટીમના મુખ્ય ઝડપી બોલર જસપ્રીત બુમરાહની વાપસી પર સૌની નજર ટકેલી છે. ગયા વર્ષે સપ્ટેમ્બરથી ક્રિકેટથી દૂર રહેલા બુમરાહ અંગે BCCI સેક્રેટરી જય શાહે હવે બુમરાહની વાપસીને લઈને એક મોટું અપડેટ આપ્યું છે. જય શાહે કહ્યું કે બુમરાહ હવે સંપૂર્ણ રીતે ફિટ છે અને તે આયર્લેન્ડ સામેની શ્રેણીમાં રમતો જોવા મળી શકે છે.

ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ ખતમ થયા બાદ આયર્લેન્ડ સામે 3 મેચની T20 શ્રેણી રમવાની છે. આ મેચ આયર્લેન્ડના ડબલિનમાં 18, 20 અને 23 ઓગસ્ટે રમાશે. આ અંગે આગામી સપ્તાહે ટીમની જાહેરાત થઈ શકે છે. આ સિરીઝ દ્વારા બુમરાહ મેદાનમાં પરત ફરે તેવી દરેકને આશા છે. સ્ટ્રેસ ફ્રેક્ચરને કારણે બુમરાહે તેના માટે સર્જરી કરાવવી પડી હતી. હવે તે લાંબા સમયથી એનસીએમાં પોતાનું રિહેબ કરી રહ્યો હતો. જ્યાં હવે તે પોતાની પૂરી ક્ષમતા સાથે બોલિંગ કરી રહ્યો છે. થોડા સમય પહેલા, બુમરાહે પોતે એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેની ફિટનેસ વિશે એક મોટું અપડેટ આપ્યું હતું, જેમાં તેણે એક વીડિયો પોસ્ટ કર્યો હતો.

Next Story