ચેસ ઓલિમ્પિયાડ: ભારત ગોલ્ડની નજીક,અત્યાર સુધી એક પણ મેચ નથી હાર્યું ભારત

Featured | સ્પોર્ટ્સ | સમાચાર, હંગરીમાં 197 દેશો વચ્ચે ચાલી રહેલી ચેસ ઓલિમ્પિયાડમાં ભારતે ઓપન સેક્શનમાં 32 બાજી રમી છે. ટીમનો હજુ સુધી એકમાં પણ પરાજય થયો નથી

New Update
ches
હંગરીમાં 197 દેશો વચ્ચે ચાલી રહેલી ચેસ ઓલિમ્પિયાડમાં ભારતે ઓપન સેક્શનમાં 32 બાજી રમી છે. ટીમનો હજુ સુધી એકમાં પણ પરાજય થયો નથી. ડી. ગુકેશ, આર. પ્રાગનનંદા, વિદિત ગુજરાતી, અર્જુન એરિગેસી. પી. હરિકૃષ્ણાવાળી પુરુષ ટીમે 22 બાજીઓમાં પોત-પોતાનાં વિરોધીને હરાવ્યાહતા. જ્યારે 10માં હરીફને ડ્રો પર રોક્યા છે. ટીમે શુક્રવારે પણ ઈરાનની વિજયી લીડ તોડીને પોતાનો દબદબો બતાવ્યો છે.
ઈરાનના ચારેય ખેલાડીઓએ રાઉન્ડ-8 સુધી એક પણ મેચ હારી ન હતી. જોકે, ભારતના ગ્રાન્ડમાસ્ટર્સે 3.5-0.5 સાથે રાઉન્ડ જીત્યો. માત્ર પ્રાગનનંદાની બાજી ડ્રો રહી. તેના સિવાય તમામ ભારતીય ખેલાડીઓએ ઈરાની ખેલાડીને હરાવ્યા હતા. સમગ્ર ટૂર્નામેન્ટમાં ભારત એકમાત્ર ટીમ છે, જેણે એક પણ મેચ હારી નથી. રાઉન્ડ-9માં હવે ઉઝબેકિસ્તાન સામે ટક્કર છે. હવે ત્રણ રાઉન્ડ બાકી છે અને ભારત ગોલ્ડની નજીક છે, મહિલાઓમાં ભારતીય ટીમને પ્રથમ હારનો સામનો કરવો પડયો. તેને પોલેન્ડે 2.5-1.5થી હરાવી.
Latest Stories