Connect Gujarat
સ્પોર્ટ્સ

ફૂટબોલના ઈતિહાસમાં સૌથી વધારે કમાણી કરનાર ખેલાડી બન્યો ક્રિસ્ટીયાનો રોનાલ્ડો, સાઉદી અરેબિયાના ક્લબ Al-Nassr સાથે બે વર્ષની ડીલ કરી

ફૂટબોલના ઈતિહાસમાં સૌથી વધારે કમાણી કરનાર ખેલાડી બન્યો ક્રિસ્ટીયાનો રોનાલ્ડો, સાઉદી અરેબિયાના ક્લબ Al-Nassr સાથે બે વર્ષની ડીલ કરી
X

પોર્ટુગલના ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ સાઉદી અરેબિયાની ફૂટબોલ ક્લબ અલ નાસર સાથે ડીલની પુષ્ટિ કરી છે. આ અંતર્ગત રોનાલ્ડો 2025 સુધી આ ક્લબ સાથે રમતા જોવા મળશે. ફૂટબોલ ક્લબ અલ નાસરે તેમની ટ્વિટર પોસ્ટમાં લખ્યું, "ઇતિહાસ રચાઈ રહ્યો છે. આ ડીલ માત્ર અમારી ક્લબને જ નહીં પરંતુ આપણા દેશ, આવનારી પેઢીને પણ મોટી સફળતા હાંસલ કરવા માટે પ્રેરિત કરશે. નાસરમાં આપનું સ્વાગત છે."

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અલ નાસર અને રોનાલ્ડો વચ્ચે 4,400 કરોડની ડીલ થઈ છે. જેમાં હવે રોનાલ્ડોને એક વર્ષમાં લગભગ 1800 કરોડની આસ પાસ પગાર મળી શકે છે. જો આમ થશે તો તે કોઈપણ રમતના ઈતિહાસમાં આપવામાં આવેલો સૌથી વધુ પગાર હશે.

તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ અન્ય સાઉદી ક્લબ અલ હિલાલ તરફથી રોનાલ્ડોને ઓફર આવી હતી, જે રોનાલ્ડોને અલ નાસર કરતા પણ વધુ એટલે કે, લગભગ 370 મિલિયન ડોલર આપવા તૈયાર હતા. પરંતુ તે સમયે રોનાલ્ડોએ માન્ચેસ્ટર યુનાઈટેડમાં રહેવાનો નિર્ણય કર્યો હતો અને કહ્યું હતું કે, તે અહીં ખુશ છે. અગાઉ રોનાલ્ડોને માન્ચેસ્ટર યુનાઈટેડમાં દર અઠવાડિયે 6 લાખ 5 હજાર મિલિયન ડોલર આપવામાં આવતા હતા. બીજી તરફ રોનાલ્ડોને અલ નાસર તરફથી દર અઠવાડિયે લગભગ $1 મિલિયન આપવામાં આવશે.

Next Story