Connect Gujarat
સ્પોર્ટ્સ

વર્લ્ડ કપ 2023માં થશે દિનેશ કાર્તિકની એન્ટ્રી, અનુભવી ખેલાડીએ પોતે જ પોતાના નિવેદનથી આપ્યા સંકેત..!

ભારતીય ટીમના વિકેટ કીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે પોતાના નિવેદનથી ક્રિકેટ ચાહકોને ચોંકાવી દીધા છે.

વર્લ્ડ કપ 2023માં થશે દિનેશ કાર્તિકની એન્ટ્રી, અનુભવી ખેલાડીએ પોતે જ પોતાના નિવેદનથી આપ્યા સંકેત..!
X

ભારતીય ટીમના વિકેટ કીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે પોતાના નિવેદનથી ક્રિકેટ ચાહકોને ચોંકાવી દીધા છે. દિનેશ કાર્તિકે સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે, ક્રિકેટ ચાહકો તેને વર્લ્ડ કપ 2023માં ચોક્કસપણે જોશે. તમને જણાવી દઈએ કે, આ વર્ષે ODI વર્લ્ડ કપની યજમાની ભારત દ્વારા કરવામાં આવનાર છે. ભારતમાં 5 ઓક્ટોબરથી વર્લ્ડ કપ શરૂ થશે અને 19 નવેમ્બરે ફાઈનલ રમાશે.

ભારતીય ટીમના અનુભવી વિકેટ કીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે પોતાના નિવેદનથી ક્રિકેટ ચાહકોને ચોંકાવી દીધા છે. કાર્તિકે કહ્યું કે, આગામી વર્લ્ડ કપમાં તમે મને ચોક્કસ જોશો. તમને જણાવી દઈએ કે, આ વર્ષે ODI વર્લ્ડ કપની યજમાની ભારત દ્વારા કરવામાં આવનાર છે. વર્લ્ડ કપ 2023ની ઓપનિંગ મેચ 5 ઓક્ટોબરે રમાશે અને ફાઈનલ 19 નવેમ્બરે રમાશે. દિનેશ કાર્તિકે સંકેત આપ્યા છે કે, તે આગામી વર્લ્ડ કપમાં કોમેન્ટ્રી કરતો જોવા મળશે. 38 વર્ષીય દિનેશ કાર્તિકે એક પ્રશંસકના સવાલના જવાબમાં આ વાત કહી. એક યુઝરે દિનેશ કાર્તિકને ટેગ કરીને પૂછ્યું કે, વર્લ્ડ કપ માટે તમારી નજરમાં વિકેટકીપર માટે બે વિકલ્પ કોણ છે. તમારે કેએલ રાહુલ, ઈશાન કિશન અને સંજુ સેમસનમાંથી બેની પસંદગી કરવી પડશે. 2019 ODI વર્લ્ડ કપ અને 2022 T20 વર્લ્ડ કપમાં ભારત માટે રમનાર દિનેશ કાર્તિકે જવાબ આપ્યો, "હું એટલું જ કહીશ કે તમે મને વર્લ્ડ કપમાં ચોક્કસ જોશો." દિનેશ કાર્તિકે તેની કોમેન્ટ્રીને કારણે ઘણી હેડલાઈન્સ બનાવી હતી. તેણે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં બે વખત કોમેન્ટ્રી કરી છે. વર્લ્ડ કપમાં આ પહેલીવાર હશે જ્યારે દિનેશ કાર્તિક કોમેન્ટ્રી કરતો જોવા મળશે. ભારતીય વિકેટકીપર બેટ્સમેન હાલમાં ઈંગ્લેન્ડમાં ધ હન્ડ્રેડમાં કોમેન્ટ્રી કરી રહ્યો છે. જોકે, જ્યારે વર્લ્ડ કપની વાત આવે છે, ત્યારે ઇશાન કિશન ભારત માટે પ્રથમ પસંદગી રહે છે. ડાબા હાથના બેટ્સમેને વેસ્ટ ઈન્ડિઝ સામે તાજેતરમાં સમાપ્ત થયેલ ત્રણ મેચની વનડે શ્રેણીમાં સતત ત્રણ અડધી સદી ફટકારી હતી. સેમસને બે મેચમાં અડધી સદી પણ ફટકારી હતી. તે જ સમયે કેએલ રાહુલ એશિયા કપ પહેલા સ્વસ્થ થવાનો પ્રયાસ કરી રહ્યો છે.

Next Story