ભરૂચ : નેત્રંગ ખાતે નાંદી ફાઉન્ડેશન દ્વારા જિલ્લા કક્ષાની પ્રાઈમરી “તુફાન ગેમ્સ” યોજાય…

નેત્રંગ અને વાલિયા બ્લોકની વિદ્યાર્થીનીઓ માટે જિલ્લા કક્ષાની પ્રાઈમરી તુફાન ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું

New Update
ભરૂચ : નેત્રંગ ખાતે નાંદી ફાઉન્ડેશન દ્વારા જિલ્લા કક્ષાની પ્રાઈમરી “તુફાન ગેમ્સ” યોજાય…

રમત-ગમતનું આપણા જીવનમાં રહ્યું છે ખૂબ મહત્વ

રમતો થકી બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ

નેત્રંગ ખાતે નાંદી ફાઉન્ડેશન દ્વારા કરાયું આયોજન

જિલ્લા કક્ષાની તુફાન ગેમ્સનું કરાયું ભવ્ય આયોજન

વિવિધ રમતોમાં નન્હી કલીઓ ઉત્સાહભેર સહભાગી

ભરૂચ જિલ્લાના નેત્રંગ સ્થિત જીન કમ્પાઉન્ડ ખાતે નાંદી ફાઉન્ડેશન દ્વારા નેત્રંગ અને વાલિયા બ્લોકની વિદ્યાર્થીનીઓ માટે જિલ્લા કક્ષાની પ્રાઈમરી તુફાન ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. રમત-ગમતનું આપણા જીવનમાં ખૂબ મહત્વ રહેલું છે. વિવિધ આઉટડોર રમતો રમવાથી બાળકોમાં શારીરિક અને માનસિક વિકાસ થાય છે. રમત રમવાથી સમૂહભાવના તેમજ ખેલદિલી જેવા ગુણોનો વિકાસ થાય છે, ત્યારે ભરૂચ જિલ્લાના નેત્રંગ સ્થિત જીન કમ્પાઉન્ડ ખાતે નાંદી ફાઉન્ડેશન દ્વારા નેત્રંગ અને વાલિયા બ્લોકની વિદ્યાર્થીનીઓ માટે જિલ્લા કક્ષાની પ્રાઈમરી તુફાન ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં અલગ અલગ રમતો જેવી કે, ૩૦ મીટર દોડ, સ્ટેન્ડીંગ લોંગ જંપ, સહનશક્તિ દોડ અને શટલ રન જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કરવામાં આવી હતી. આ રમતના અંતે ઉપસ્થિત મહેમાનોના હસ્તે 10 નન્હી કલીઓને પ્રમાણપત્ર, શિલ્ડ અને ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ પ્રસંગે નન્હી કલીના પોગ્રામ ઓફિસર સંગીતા રથ, તાલુકા શિક્ષણ અઘિકારી સુરેશ વસાવા, BRC કોર્ડિનેટર સુધા વસાવા, બ્રિજેશ પટેલ, પ્રતિક પ્રજાપતિ, ભાવના પંચાલ, નેત્રંગ આરોગ્ય વિભાગનો સ્ટાફ તેમજ નાંદી ફાઉન્ડેશનની બહેનો સહિત મોટી સંખ્યામાં તુફાન ગેમ્સમાં ભાગ લેનાર નન્હી કલીઓ ઉપસ્થિત રહી હતી.