Connect Gujarat
સ્પોર્ટ્સ

ENG vs AUS : ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને ત્રીજી ટેસ્ટમાં હરાવ્યું, હેરી બ્રુક, માર્ક વુડ અને વોક્સે કરી અજાયબીઓ

ઈંગ્લેન્ડે એશિઝ શ્રેણીની ત્રીજી ટેસ્ટ 7 વિકેટે જીતી લીધી છે. આ જીત સાથે તેણે એશિઝ શ્રેણીમાં વાપસી કરી લીધી છે.

ENG vs AUS : ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને ત્રીજી ટેસ્ટમાં હરાવ્યું, હેરી બ્રુક, માર્ક વુડ અને વોક્સે કરી અજાયબીઓ
X

ઈંગ્લેન્ડે એશિઝ શ્રેણીની ત્રીજી ટેસ્ટ 7 વિકેટે જીતી લીધી છે. આ જીત સાથે તેણે એશિઝ શ્રેણીમાં વાપસી કરી લીધી છે. પ્રથમ બે ટેસ્ટ મેચમાં તેનો પરાજય થયો હતો. હેડિંગ્લે ખાતેની ટેસ્ટ મેચ જીતીને ઓસ્ટ્રેલિયાની નજર 3-0થી સિરીઝ પર હતી, પરંતુ ઇંગ્લેન્ડે એવું થવા દીધું ન હતું. બંને ટીમો વચ્ચે ચોથી ટેસ્ટ હવે 19 જુલાઈથી માન્ચેસ્ટરમાં રમાશે. ઓસ્ટ્રેલિયા હજુ પણ શ્રેણીમાં 2-1થી આગળ છે.

યુવા સ્ટાર હેરી બ્રૂકની ઈનિંગને કારણે ઈંગ્લેન્ડે હેડિંગલી ટેસ્ટ 3 વિકેટે જીતી લીધી હતી. મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ દાવમાં 263 રનમાં સમેટાઈ ગઈ હતી. આ પછી ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 237 રન બનાવ્યા હતા. આ રીતે કાંગારૂ ટીમને 26 રનની લીડ મળી હતી. તેણે બીજી ઈનિંગમાં 224 રન બનાવ્યા અને ઈંગ્લેન્ડને જીત માટે 251 રનનો લક્ષ્યાંક આપ્યો. મેચના ચોથા દિવસે, ઇંગ્લેન્ડની ટીમ તેના ત્રીજા દિવસનો સ્કોર 27 રનના સ્કોર પર રમવા ઉતરી હતી અને બીજા દાવમાં કોઈ વિકેટ વિના 27 રન કર્યા હતા. તેણે 7 વિકેટે 254 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

Next Story