ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને બીજી ટી20 મેચમાં હરાવ્યું, સિરીઝ 1-1થી બરાબર

Featured | સ્પોર્ટ્સ | સમાચાર, ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને બીજી ટી20 મેચમાં 3 વિકેટે હરાવી સિરીઝમાં કમબેક કર્યું. હવે 3 મેચની સિરીઝ 1-1ની બરાબરીએ પહોંચી

New Update
croket
ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને બીજી ટી20 મેચમાં 3 વિકેટે હરાવી સિરીઝમાં કમબેક કર્યું. હવે 3 મેચની સિરીઝ 1-1ની બરાબરીએ પહોંચી છે. સિરીઝની ત્રીજી અને નિર્ણાયક ટી20 મેચ રવિવારે રમાશે. આ ઓસ્ટ્રેલિયાની 200મી ટી20 મેચ હતી.
ટીમે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 193/6નો સ્કોર કર્યો. જેક ફ્રેઝર મેક્ચર્ક (50)એ પ્રથમ અડધી સદી ફટકારી. 50મી ઈન્ટરનેશનલ ટી20 રમતા લિયામ લિવિંગસ્ટોન અને બ્રાયડન કારસે એ 2-2 વિકેટ લીધી. જવાબમાં ઈંગ્લિશ ટીમે 19 ઓવરમાં 194/7નો સ્કોર કરી જીત હાંસલ કરી. લિવિંગસ્ટોન એ47 બોલમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકારી 87 રનની ઈનિંગ્સ રમી હતી. જેકબ બેથેલ એ 44 રન કર્યા. ઓસ્ટ્રેલિયાના મેથ્યૂ શૉર્ટે 5 વિકેટ લીધી. લિવિંગસ્ટોન પ્લેયર ઓફ ધ મેચ રહ્યો.
Latest Stories