બ્રિટનના પૂર્વ PM ડેવિડ કેમરૂને વિરાટ કોહલીના કર્યા વખાણ, કહ્યું તેમની ગજબની નેતૃત્વ ક્ષમતા

બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ડેવિડ કેમરૂને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીના વખાણ કર્યા છે. NDTV વર્લ્ડ સમિટમાં બોલતા કેમરૂને કહ્યું- હું વિરાટ કોહલીનો ફેન

New Update
images (18)

બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ડેવિડ કેમરૂને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીના વખાણ કર્યા છે. NDTV વર્લ્ડ સમિટમાં બોલતા કેમરૂને કહ્યું- હું વિરાટ કોહલીનો ફેન છું. તેમની લીડરશિપ ક્વોલિટી ઉત્તમ છે.ધ ઈન્ડિયા સેન્ચ્યુરીના આ સમિટમાં જ્યારે કેમરૂનને તેમના ફેવરિટ ક્રિકેટર વિશે સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું- જ્યારે હું મોટો થઈ રહ્યો હતો ત્યારે મને ભારતના બિશન સિંહ બેદી ખૂબ જ ગમતા હતા. આ પછી મને રાહુલ દ્રવિડની બેટિંગ પણ ખૂબ જ ગમી.

 તેમણે ઇંગ્લેન્ડ સામે શાનદાર સદી ફટકારી હતી. મને તે સારી રીતે યાદ છે. મને તેમની બેટિંગ ગમી હતી.કેમરૂને વિરાટ કોહલીને મહાન ખેલાડી ગણાવ્યો હતો. તેમણે કોહલી વિશે કહ્યું કે- તમે જોઈ શકો છો કે આ સમયે જે રીતે બેન સ્ટોક્સ અમારી (ઇંગ્લેન્ડ) ટીમની કેપ્ટનશિપ કરી રહ્યા છે, તે જ રીતે કોહલી પણ કેપ્ટનશિપ કરી રહ્યો હતો. આ બંનેએ મેદાન પર શાનદાર નેતૃત્વ દેખાડ્યું છે.વિરાટ કોહલી હાલમાં ભારત અને ન્યૂઝીલેન્ડ સાથેની સિરીઝમાં ભાગ લઈ રહ્યો છે. જ્યારે બેન સ્ટોક્સ પાકિસ્તાન સાથેની સિરીઝમાં ઇંગ્લેન્ડની કેપ્ટનશિપ કરી રહ્યો છે.

Latest Stories