ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર અને કેપ્ટન એન્ડ્રૂ ફ્લિંટોફની કારનો થયો અકસ્માત

ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર અને કેપ્ટન એન્ડ્રૂ ફ્લિંટોફની કારનો અકસ્માત થયો

New Update
ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર અને કેપ્ટન એન્ડ્રૂ ફ્લિંટોફની કારનો થયો અકસ્માત

ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર અને કેપ્ટન એન્ડ્રૂ ફ્લિંટોફની કારનો અકસ્માત થયો છે. તેને એરલિફ્ટ કરીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો છે. મળતી વિગત પ્રમાણે, પૂર્વ ક્રિકેટર બીબીસીની સીરિઝના એક એપિસોડનું શૂટિંગ કરતો હતો ત્યારે આ દુર્ઘટના બની હતી. 45 વર્ષીય પૂર્વ ક્રિકેટર તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ તેની સ્થિતિ ખતરાથી બહાર છે.

બીબીસીએ આ મામલે નિવેદન બહાર પાડીને કહ્યું, ફ્લિંટોફની કારનો અકસ્માત થયો છે. તેને થોડી ઈજા પહોંચી છે. દુર્ઘટના બાદ તાત્કાલિક મેડિકલ ટીમ ત્યાં પહોંચી ગઈ હતી. મેડિકલ ટીમની સલાહ પર તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. આ અંગે જલદી વધુ જાણકારી આપીશું.

ઈંગ્લેન્ડના પૂર્વ ઓલરાઉન્ડરની કારનો પહેલા પણ અકસ્માત થયો હતો. 2019માં તે ફૂલ સ્પીડમાં કાર ચલાવતો હતો ત્યારે ગાડી પરથી સંતુલન ગુમાવતાં નિયંત્રણ ખોઈ બેઠો હતો. તે સમયે 124 mph ની સ્પીડે ગાડી ચલાવતો હતો.

Latest Stories