Connect Gujarat
સ્પોર્ટ્સ

IPLના પૂર્વ અધ્યક્ષ લલિત મોદીની તબિયત લથડી, મેક્સિકો થી એરલિફ્ટ કરી લન્ડન ભરતી કરાયા

લલિત મોદીએ ઈન્સ્ટાગ્રામ પર આ માહિતી આપી છે. તેણે કહ્યું કે તેને બે અઠવાડિયામાં બે વાર કોરોના થયો

IPLના પૂર્વ અધ્યક્ષ લલિત મોદીની તબિયત લથડી, મેક્સિકો થી એરલિફ્ટ કરી લન્ડન ભરતી કરાયા
X

IPLના પૂર્વ અધ્યક્ષ લલિત મોદીને મેક્સિકોમાં કોરોના સંક્રમણ અને સિવિયર ન્યુમોનિયા બાદ એરલિફ્ટ કરીને લંડન લઈ જવાયા છે. લન્ડન ખાતે હોસ્પિટલમાં દાખલ મોદીની તબિયત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. તેમને 24 કલાક ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. લલિત મોદીએ ઈન્સ્ટાગ્રામ પર આ માહિતી આપી છે. તેણે કહ્યું કે તેને બે અઠવાડિયામાં બે વાર કોરોના થયો અને "ગંભીર ન્યુમોનિયા" થયો, મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

તેણે કહ્યું, “ઈન્ફલ્યુએન્ઝા અને ગંભીર ન્યુમોનિયા અને 2 અઠવાડિયા અને 3 અઠવાડિયાના ક્વોરેન્ટાઈન પછી હું આખરે બે ડોક્ટર્સ અને સુપરસ્ટાર પુત્ર સાથે એર એમ્બ્યુલન્સમાં લંડન પહોંચ્યો છું. કમનસીબે, હજુ પણ 24 કલાક ઓક્સિજન સપોર્ટ પર છું. આ સુવિધા માટે વિસ્ટાજેટનો આભાર. હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. બધાને પ્યાર.''

Next Story