વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ ક્રિકેટની તમામ ફોર્મેટમાંથી લીધી નિવૃત્તિ

વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ઓલરાઉન્ડર ડવેન બ્રાવોએ ક્રિકેટની દરેક ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે.

New Update
aa

વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ઓલરાઉન્ડર ડવેન બ્રાવોએ ક્રિકેટની દરેક ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. બ્રાવો આઇપીએલ 2025માં ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકતા નાઈટ રાઈડર્સમાં મેન્ટોરની ભૂમિકા ભજવશે તેમ જાણવા મળ્યું છે. KKRએ  27 સપ્ટેમ્બરે આની જાહેરાત કરી છે. 

વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ઓલરાઉન્ડર બ્રાવો ઘણા સમય પહેલા ઇન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસ લીધો હતો. પરંતુ અત્યાર સુધી તે ઘણી T20 લીગમાં રમતા હતા. છેલ્લા વર્ષે બ્રાવોએ IPL થી પણ સન્યાસ લીધો હતો. આ વખતે બ્રાવો કેરેબિયન પ્રીમિયર લીગ 2024માં રમતા હતા.પરંતુ ઇજા થવાથી તેમણે બહાર જવું પડ્યું હતું. તેના પછી બ્રાવોએ હવે ક્રિકેટના દરેક ફોર્મેટથી પણ સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. 

Latest Stories