ગાંધીનગર : ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્ય કક્ષાની ટેનિસ સ્પર્ધામાં IPS ઓફિસર રવિરાજસિંહ એસ. જાડેજાએ પ્રથમ ક્રમાંક હાંશલ કર્યો

New Update
ગાંધીનગર : ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્ય કક્ષાની ટેનિસ સ્પર્ધામાં IPS ઓફિસર રવિરાજસિંહ એસ. જાડેજાએ પ્રથમ ક્રમાંક હાંશલ કર્યો

ગાંધીનગર સ્થિત સચિવાલય-જીમખાના, સેક્ટર-21 ખાતે આયોજિત ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્ય કક્ષાની ટેનિસ સ્પર્ધામાં ગાંધીનગર ખાતે IPS ઓફિસર તરીકે ફરજ બજાવતા રવિરાજસિંહ એસ. જાડેજા પ્રથમ ક્રમાંકે વિજેતા જાહેર થયા છે.

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગર પ્રેરિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત જિલ્લા રમત વિકાસ અધિકારી-અમદાવાદની કચેરી દ્વારા સંચાલિત “રમશે ગુજરાત, જીતશે ગુજરાત” અંતર્ગત ખેલ મહાકુંભ 2.0નું ભવ્ય આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું.

ગાંધીનગર સ્થિત સચિવાલય-જીમખાના, સેક્ટર-21 ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્ય કક્ષાની ટેનિસ સ્પર્ધા યોજાય હતી, ત્યારે ગાંધીનગર ખાતે IPS ઓફિસર તરીકે ફરજ બજાવતા રવિરાજસિંહ એસ. જાડેજાએ પણ આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. KMK ગુજરાત સ્ટેટ ટેનીસ (40+) સિંગલ્સમાં સુંદર પ્રદર્શન થકી રવિરાજસિંહ જાડેજા આ સ્પર્ધામાં વિજેતા જાહેર થયા છે. વિકલ્પ રહિત સંકલ્પ અને દ્રઢ આત્મવિશ્વાસ સાથે સખત પરિશ્રમ દ્વારા રવિરાજસિંહ જાડેજાએ પ્રાપ્ત કરેલ સિદ્ધી ટેનીસના તમામ ખેલાડીઓ તથા મિત્રો માટે પથદર્શક સાબિત થઈ છે, ત્યારે KMK ગુજરાત સ્ટેટ ટેનીસ (40+) સિંગલ્સમાં વિજેતા થવા બદલ ઉચ્ચ પોલીસ અધિકારીઓએમ મિત્રવર્તુળ સહિત પરિવારજનોએ રવિરાજસિંહ જાડેજાને અઢળક શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા હતા.

Latest Stories