Connect Gujarat
સ્પોર્ટ્સ

ગુજરાતની ફૂટબોલ ટીમ પ્રથમ વાર ઉતરશે નેશનલ ગેમ્સમાં, તનતોડ મહેનત કરી રહ્યા છે ખેલાડીઓ

36 મી ગેમમાં ગોલ્ડન ગોલ સાથે ગુજરાત વુમન ફૂટબોલ ટીમ મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે.ગુજરાતની મહિલા ફૂટબોલ ટીમ ઘર આંગણે મેડલ જીતવા માટે પૂરજોરમાં તૈયારીઓ પણ ચાલુ કરી દીધી છે.

ગુજરાતની ફૂટબોલ ટીમ પ્રથમ વાર ઉતરશે નેશનલ ગેમ્સમાં, તનતોડ મહેનત કરી રહ્યા છે ખેલાડીઓ
X

36 મી ગેમમાં ગોલ્ડન ગોલ સાથે ગુજરાત વુમન ફૂટબોલ ટીમ મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે.ગુજરાતની મહિલા ફૂટબોલ ટીમ ઘર આંગણે મેડલ જીતવા માટે પૂરજોરમાં તૈયારીઓ પણ ચાલુ કરી દીધી છે. ટીમ છેલ્લા 45 દિવસથી પ્રિ-કેમ્પમાં દરરોજ 3-4 કલાક સતત મહેનત પણ કરી રહી છે.

આ અંગે ગુજરાત વિમેન ફૂટબોલ ટીમના એક્સપર્ટ કોચ કલ્પના દાસે જણાવ્યુ કે, 'હું મૂળ તામિલનાડુની છું અને આ ટીમ સાથે છેલ્લા 1 વર્ષથી જોડાયેલી છું. ગુજરાતની ટીમ માં જબરદસ્ત જુસ્સો જોવા મળી રહ્યો છે અને નેશનલ ગેમ્સને લઇને ખૂબ ઉત્સાહિત પણ છે કેમ કે, ગુજરાત વિમેન ફૂટબોલ ટીમ પ્રથમવાર નેશનલ ગેમ્સમાં ભાગ લઇ રહી છે. આ ટીમનો જુસ્સો અને જૂનૂન અત્યારે હાઇ લેવલ પર છે. ટીમ માત્ર મેડલ જીતવાનો લક્ષ્યાંક સાથે જ મેદાનમાં ઊતરશે. ગુજરાતની વુમન ફૂટબોલ ટીમ આ વખતે ટફ ફાઇટ આપવાના ઉદ્દેશ સાથે મેદાનમાં ઉતરવું છે. અમારી ટીમ કોઇ પણ મેચને હળવાશથી નહીં લે અને અમે સરળતાથી હાર માનવાનું પણ નથી. હાલમાં ગુજરાતની વુમન ફૂટબોલ ટીમ છેલ્લા 45 દિવસથી કેમ્પમાં દરરોજ 3-4 કલાક પ્રેક્ટિસ કરી રહી છે. અમે અત્યારે કુલ 20 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા છે. હાલમાં જ ગર્લ્સની ફૂટબોલ ટીમે બોય્ઝ ફૂટબોલ ટીમ સાથે પ્રેક્ટિસ મેચ પણ રમી છે, જેમાં ગર્લ્સની ટીમે સારું પ્રદર્શન પણ કર્યું હતું. મને આશા છે કે ગુજરાતની વુમન ફૂટબોલ ટીમ જરૂરથી મેડલ જીતશે.

Next Story