/connect-gujarat/media/media_files/2025/11/16/gujarat-titans-2025-11-16-18-43-25.jpg)
ગુજરાત ટાઈટન્સે 2026ની સિઝન માટે જે ખેલાડીઓને રિલીઝ કર્યા છે તેની યાદી આજે જાહેર કરી હતી અને આગામી ઓક્શન પૂર્વે ફ્રેન્ચાઈઝી સાથે જોડાઈ રહેનારા મુખ્ય ગ્રુપની વિગતો રજૂ કરી.
ગુજરાત ટાઈટન્સે કેપ્ટન શુભમન ગિલ, રાશિદ ખાન, સાઈ સુદર્શન, રાહુલ તિવેટિયા, શાહરૂખ ખાન, જોસ બટલર, મોહમ્મદ સિરાજ અને અન્ય સહિતના મુખ્ય ખેલાડીઓને રિટેન કર્યા છે જેઓ નવી સિઝન માટે ટીમની યોજનાના કેન્દ્રમાં યથાવત રહેશે.
Aapda Gujarat na Retained Titans! 💙 pic.twitter.com/pzAyCORMW8
— Gujarat Titans (@gujarat_titans) November 15, 2025
ટીમના રિસ્ટ્રક્ચરિંગના ભાગરૂપે ફ્રેન્ચાઈઝીએ ગેરાલ્ડ કોએત્ઝી, કરીમ જનત, મહિપાલ લોમરોર અને કુલવંત ખેજરોલિયાને રિલીઝ કર્યા છે. આ પગલું દર્શાવે છે કે ટીમ સંતુલન જાળવવા પર ધ્યાન આપી રહી છે અને 2026ના કેમ્પેઈન પૂર્વે ચોક્કસ બાબતોને મજબૂત બનાવી રહી છે.